નાટકનો 107 - 108 મો અંક આપના હાથમાં છે
(“નાટક” – 107, એપ્રિલ-જૂન, 2024)
“થૈય્યમ”ના મેક-અપની તસવીરથી ઓપતું મુખપૃષ્ઠથી શરૂ થતા નાટકના 107મા અંકમાં જોવા મળે છે ઈયાન ફોસે દ્વારા વિશ્વ થિયેટર દિવસ 2024નો સંદેશ અને “શ્રી ગિરીશ કારનાડ અને શ્રી હસમુખ બારાડીનાં નાટકોમાં મિથ” પુસ્તકનો પરિચય રાજેશ્વરી પટેલ અને મહિરથસિંહ પરમારની કલમે.
મીના શંકરના માધ્યમથી કેરાલાના ધાર્મિક ઉત્સવ “થેય્યમ”નું સૌંદર્યપાન અને ગણિકાઓ તથા જેલના બંદીવાનોને નાટ્ય મનોરંજન વિશે ભરત જોષીની વિગત નોંધ તથા બાળશિક્ષણના એક નિર્ણાયક પાસા તરીકે પરંપરાગત ડાન્સ અને ડ્રામાની છણાવટ ડો. હ્યુડ્રોમ રાકેશ સિંઘ ના લેખ દ્વારા આ અંકમાં કરાઈ છે. ઉપરાંત, ડો. વિજય સેવક દ્વારા ટાઈ એન્ડ ડાઈ અંતર્ગત અભિનયની સમજ તો ખરી જ.
Download issue 107
“નાટક” – 108, જુલાઈ-સપ્ટેમ્બર, 2024
ચાઈનીઝ ઓપેરા માસ્કની તસવીરથી નાટકના 108મા અંકનું મુખપૃષ્ઠ ખીલી ઉઠે છે. આ અંકમાં મન્વિતા બારાડી આપે છે ઓડીશાના નાટ્યપ્રકાર “જાત્રા”ની વિગત અને ડો. લઈક હુસૈન પ્રસ્તુત કરે છે રાજસ્થાનના રંગમંચનો પરિચય.
“થિયેટર ઈન ટાઈમ્સ ઓફ ક્રાઈસિસ” અંગે ડૉ. નાગાર્જુના પૈજ્જઈ અને ડૉ. શિવાપ્રસાદ તુમુના રસપ્રદ લેખ અને મધુ રાય લિખિત કામિનીમાં પાત્રોનું સચીન પરમાર દ્વારા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ આ અંકને વધુ રસપ્રદ બનાવે છે. ઉપરાંત ચિત્રકલા, સંગીત, થિયેટર અને ડાન્સની કલાનું એકીકરણ મીના શંકર દ્વારા અને ડૉ. વિજય સેવક દ્વારા ટાઈ એન્ડ ડાઈ અંતર્ગત “અભિનય શિક્ષા પ્રણાલિકા”ની સમજ તો ખરી જ.